મોરબી: મોરબીમાં જુના બસ સ્ટેશને લાંબા રૂટની તેમજ ગ્રામ્ય વિસ્તારની બસો આવતી હોય છે. તેમજ દરેક રૂટની બસ મોરબી જુના બસ સ્ટેશને આવતી હોય છતા પણ મોરબી જુના બસ સ્ટેશને ઘણા સમયથી રિઝર્વેશન બારી બંધ છે જેથી તાત્કાલિક આ બારીને શરૂ કરવાની પી.પી. જોશી દ્વારા એસટી વિભાગને રજુઆત કરી છે.
મોરબી જીલ્લો બન્યો એને ઘણો સમય વિતી ગયો છે તેમ છતાં એસટી, રેલ્વે તેમજ અન્ય વિભાગ લોકોને સારી સેવા આપવામાં સફળ થયા નથી. જ્યારે મોરબીના જૂના બસ સ્ટેશન ખાતે રિઝર્વેશન બારી બંધ છે જેની અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી શરૂ થઈ નથી ત્યારે વધુ એક વખત મોરબીમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા આ બાબતે એસટી વિભાગને રજુઆત કરવામાં આવી છે. ત્યારે બસમાં મુસાફર મોંઘાદાટ ભાડા ખર્ચ કરીને નવા બસ સ્ટેશન ખાતે રિઝર્વેશન કરવા માટે જવુ પડે છે. તેથી જ જો જુના બસ સ્ટેશને કંટ્રોલ પોઇન્ટ ચાલુ છે અને સાથે જો રિઝર્વેશન બારી શરૂ કરવામાં આવે તો લોકોને ઘણો ફાયદો થાય તેમ છે. તેમજ જુના બસ સ્ટેશન ખાતે ગંદકીના ઢગલા દુર કરવા પણ જરૂરી છે. જેથી મોરબી શહેરમાં રહેતા જાગૃત નાગરિક પી.પી. જોશી દ્વારા વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તે માટે પ્રજા વતી એસટી વિભાગને રજુઆત કરવામાં આવેલ છે.
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, તેમજ ડેમની સંગ્રશક્તિના 100% ડેમ ભરાયેલ હોય જેથી ડેમનો 01 દરવજો 02 ઈંચ ખોલવામાં આવેલ છે.
જેથી નીચવાસમાં આવતા ગામો જેમ કે મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા,...
મોરબીમાં વર્ષ ૨૦૧૫માં થયેલ માસૂમ નિખિલ ધામેચા હત્યા કેસમાં નવી હલચલ સર્જાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ તપાસ હાથ ધરનાર સીબીઆઈને હવે મહત્વપૂર્ણ અને મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવાઓના આધારે આવનારા દિવસોમાં હત્યારાઓ બેનકાબ થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. નિખિલ ધામેચા માત્ર ૧૪ વર્ષનો વિદ્યાર્થી હતો,...
ટંકારા લતીપર હાઈવે રોડ ઉપર સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષ ગોકુલધામ ખાતે પ્લાસ્ટર કામ કરતી વખતે દિવાલ નમી જતા બંને દિવાલ વચ્ચે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા ઇન્દ્રપ્રસ્થ -૩ ના ગ્રાઉન્ડ બહાર રહેતા લુઇસભાઈ સીરીલભાઈ વસુનીયા (ઉ.વ.૨૭) નામનો યુવક...