મોરબી: મોરબીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને ચોરીની એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. જાણે એવુ લાગી રહ્યુ છે કે તસ્કરોને પોલીસનો કોઈ ડર જ ન હોય. ઘરફોડ ચોરી અને વાહન ચોરી બાદ હવે એસી કમ્પ્રેશરની ચોરી કરતી ટોળકી સક્રિય બની છે . ત્યારે માધવ માર્કેટમાં ૪ એસી કમ્પ્રેશરની ચોરીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી શહેરના જુના ઘૂટું રોડ પર થોડા દિવસો પહેલા અનેક ઓફીસના એસી કમ્પ્રેશરની ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારે હવે તસ્કરોએ શહેરના શનાળા રોડ પરની માધવ માર્કેટને નિશાન બનાવી હતી અને માધવ માર્કેટમાંથી ઓફીસના ૪ એસી કમ્પ્રેશરની ચોરી કરી તસ્કરો નાશી છુટયા હતા.મોરબીનો શનાળા રોડ શહેરનો મુખ્ય માર્ગ ગણાય છે જ્યાં શોપિંગને નિશાના બનાવીને જાણે કે તસ્કરો દ્વારા પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સીસીટીવી કેમેરાની મદદથી ચોરી ગયેલ એસી કમ્પ્રેશર ચોરને પોલીસ પકડવામાં સફળ થશે કે નહીં તે જોવું રહ્યું.
મોરબી મહાનગરપાલિકા ની ફુડ શાખા દ્વારા શહેરના મીઠાઈ ફરસાણના વિક્રેતાઓ હોટલ- રેસ્ટોરન્ટ માં ખાદ્ય પદાર્થ નું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા સહિતની બાબતોની ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં મીઠાઈ- ફરસાણાના ધંધાર્થી હોટલ રેસ્ટોરન્ટ સહિત 29 જગ્યા પર ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે વિઝીટ કરી...
આજે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR ના અમદાવાદ થી પધારેલા અધિકારીઓ ડૉ. રતિકાંત નાયક – પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ મહાપાત્ર – સાયન્ટિસ્ટ, સદ્દામ હુસૈન સાયન્ટિસ્ટ અને પ્રબોધ કુમાર કુશ્વાહા – STA ની ઉપસ્થિતિમાં જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું.
આ ઇન્ટરએક્ટિવ સેશનમાં સિરામિક...