મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીમાં જન કલ્યાણ સોસાયટી મેઇન રોડ ઉપર મઢુલી હૈર આર્ટ સામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં જન કલ્યાણ સોસાયટી મેઇન રોડ ઉપર મઢુલી હૈર આર્ટ સામે તીનપત્તીનો જુગાર રમતા આરોપી નવઘણભાઇ મનુભાઇ ડુંગરા રહે. રામકુષ્ણનગર સોસાયટી વિધ્યુતનગર પાસે મોરબી-૨, અફઝલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા રહે. સો ઓરડી શેરી નં.૬ મોરબી, રફીકભાઇ હાસમભાઇ કાસમાણી રહે. વીશીપરા ફુલછાબ સોસા. મોરબી-૨ વાળાને રોકડ રકમ રૂ.૨૨,૭૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.