મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી ઉંચુ વ્યાજ વસુલનાર ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીમાં દીવસે ને દીવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં યુવકે વ્યાજખોરો પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલ હોય જે મુળ રકમ સહિત પરત આપેલ હોવા છતાં વ્યાજખોરો યુવક પાસેથી બળજબરીથી પઠાણી ઉઘરાણી કરી રૂપિયા કઢવવા તેમને તેમજ તેના પરીવારને મૃત્યુ નિપજાવવાની ધમકી આપતા હોવાની ભોગ બનનાર યુવાને વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ રહે મોરબીના હરીપર (કેરાળા) ગામ હાલ શનાળા રોડ રૂદ્ર પ્રયાગ એપાર્ટમેન્ટ બ્લોક નં-૬૦૩ નીતીનીપાર્ક મોરબી વાળા મીલનભાઈ જયંતિભાઈ અગોલા (ઉ.વ.૩૦) એ આરોપી પ્રવીણભાઈ તથા દેવશીભાઇ રહે બંને ખાનપર તથા સુરેશભાઈ રહે. ખાખરાળા વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી પાંચ મહીનાથી આજદીન સુધીમાં ફરીયાદીએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમ પરત આપેલ હોવા છતા આ કામના આરોપીઓએ ફરીયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ફરીયાદી તેમજ તેમના પરીવારને મૃત્યુ નિપજાવવાની ધમકીઓ આપતા હોવાની ભોગ બનનાર મીલનભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો ઇ.પી.કો. કલમ- ૩૮૭, ૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ- ૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.