મોરબીમાં પતિ સાથે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા પરણીતાએ ઝેરી દવા ગટગટાવી
મોરબી: મોરબીના રામદેવનગર સો ઓરડી વિસ્તારમાં પતી સાથે બોલાચાલી થતા જે વતા મનમાં લાગી આવતા પરણીતાએ ઝેરી દવા પી જતા પરણીતાનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના રામદેવનગર સો ઓરડી વિસ્તારમાં રહેતા મંજુબેન ભરતભાઇ સોલંકી (ઉ.વ.૪૦) ને ગઇ તારીખ ૦૧/૧૨/૨૦૨૨ ના રોજ તેને તેના પતિ સાથે બોલાચાલી થતા મંજુબેનને મનમા લાગી આવતા રાત્રીના આઠ સાડા આઠેક વાગ્યાના સુમારે પોતાની રીતે કોઇ ઝેરી દવા પી જતા તા. ૦૨/૧૨/૨૦૨૨ ના સવારના આઠેક વાગ્યે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે સારવારમા આવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃત્યુ નોંધ કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.