મોરબીમાં પલટી મારી ગયેલી કારમાંથી ઈંગ્લીશ દારૂની 104 બોટલ ઝડપાતા બે વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબી: મોરબી તાલુકાના નિચી માંડલ ગામ પાસે હળવદ મોરબી હાઈવે રોડ ઉપર આવેલ ગેબનશાવલીની દરગાહ નજીક પલટી મારી ગયેલી કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૪ બોટલ ઝડપાતા બે ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નિચી માંડલ ગામ પાસે હળવદ મોરબી હાઈવે રોડ ઉપર આવેલ ગેબનશાવલીની દરગાહ નજીક પલટી મારી ગયેલી કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૪ બોટલ કિં રૂ.૩૯૦૦૦ તથા મારુતિ ઇકો કાર રજીસ્ટર નંબર-GJ-13-AM-6047 ની કિં રૂ.૫૦,૦૦૦ મળી કુલ ૮૯૦૦૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે કબ્જે કરી આરોપી મયુરભાઈ નાગરભાઈ કોળી રહે. તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર તથા એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.