મોરબીમાં પીપળીયા ગામે પોતાના ઘરે સગીરાનો ગળેફાસો ખાઈ આપઘાત
મોરબીમાં દિવસેને દિવસે અપમૃત્યુના બનાવો બની રહ્યા છે.
જ્યાં પીપળીયા ગામે અગમ્ય કારણોસર સગીરાનો ગળેફાસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજ ફરી વળ્યું છે.જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળીયા ગામે રહેતી 17 વર્ષીય સગીરા જીતુબેન પોપટભાઈ ટુંડીયા પોતાના ઘરે કોઇ પણ કારણોસર ગળેફાસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે