મોરબી: મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે તેમજ હાલમાં ભોજનમાં બાજરાનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે ત્યારે બાજરાનો ઉપયોગ લોકો વધુને વધુ કરે અને એમડીએમમાં પણ બાજરાનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશમાં બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, ચમચમીયા, વઘારેલો રોટલો, વડા, વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કુલ 6 નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 600 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા.
પ્રથમ નંબર મિત્તલબેન રાધુરા લૂંટાવદર શાળાને 5000/- રૂપિયા દ્વિતીય હર્ષદભાઈ ઉંતવડીયા માધાપરવળી દ્વીતીય નંબરને 3000/- રૂપિયા અને તૃતીય નંબર મીનાબેન માંકડિયાને 2000/- રૂપિયાના ચેકથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા સ્પર્ધામાં એચ.આર.સાંચલા સીટી મામલતદારની ઉપસ્થિતમાં મયુરીબેન ઉપાધ્યાય સીડીપીઓ, વર્ષાબેન સોલંકી મુખ્ય સેવિકા, શૈલેષભાઈ કાલરીયા સી.આર.સી. કો.ઓ. ચિરાગભાઈ આદ્રોજા બીઆરસી કો.ઓર્ડીનેટર કાળુભાઇ વી.પરમાર અધ્યક્ષ એસ.એમ.સી. વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને કુલ 600 ગુણમાંથી ગુણ આપ્યા હતા.
મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ તેમજ બળવંતભાઈ સનારીયા, ચંદુભાઈ વ્યાસ મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના કાર્યકર્તા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન,આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. આગામી તા.28.01.23 ને શનિવારના રોજ જિલ્લાકક્ષાની સ્પર્ધા પણ માધાપરવાડી કન્યા શાળા ખાતે યોજાશે જેમાં તમામ તાલુકાઓમાંથી પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકો ભાગ લેશે.
મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરની અધ્યક્ષતામાં તાજેતરમાં મોરબી જિલ્લામાં આવેલ બ્રિજ પુલની સમીક્ષા તેમજ રોડ રસ્તા અને પાણીના નિકાલના પાયાના પ્રશ્નોના નિવારણ બાબતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં તમામ વિભાગોને તેઓના હસ્તક રહેલ તમામ બ્રિજના ટેકનિકલી સર્વે કરાવવા તથા સમયાંતરે બ્રિજની મુલાકાત લેવા અને મુલાકાત સંદર્ભેના તમામ રેકોર્ડની નિભાવની...
મોરબીના જલાલચોકમા નાનજી બાપાના મઢ પાસે આવેલ આરોપીની ભાડાની ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો ૪૦૦ લીટર કિં રૂ. ૮૦,૦૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત બાતમી મળેલ કે રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા રહે.મોરબી કાલીકાપ્લોટ...
મોરબીમા ગરબા કલાસીસની નોંધણી અને ભાઇઓ -બહેનોને અલગ સમયે ગરબા ક્લાસ રાખવા પોલીસને રજુઆત
થોડા સમયમાં નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે અગાઉ થી ખેલૈયાઓ ગરબા શિખવા માટે ક્લાસીસ રાખતા હોય છે જેમાં ગરબા ક્લાસીસની નોંધણી અને ભાઈઓ - બહેનોને અલગ અલગ સમયે ગરબા ક્લાસ રાખવા બાબતે પાટીદાર યુવા સેવા...