મોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરા(ફીરકી) નું વેચાણ કરતા એક ઇસમને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો
મોરબી: મોરબી શહેરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરા(ફીરકી) વેચાણ કરતા એક ઇસમને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓએ હાલમાં આવતા ઉતરાયણના તહેવાર ઉપર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ હોય અને આ અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું પણ અમલમાં હોય દોરીના હીસાબે કોઇ વ્યકિતઓને ગંભીર પ્રકારની શારીરિક ઇજાઓ ન થાય તે સારૂ તકેદારી ના ભાગરૂપે કોઇ ઇસમો આવી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય તો તેઓને પકડી પાડવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબીનો સ્ટાફ કામગીરી માટે પ્રયત્નશિલ હતા.
તે દરમ્યાન મોરબી એલ.સી.બી સ્ટાફ દ્વારા યુવરાજસિંહ વાધુભા જાડેજ દરબાર ઉ.વ.૨૩ રહે.મોરબી યોગીનગર ખારી વિસ્તાર સામાકાંઠા તા.જી. મોરબી વાળાને તેના રહેણાંક મકાનેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકીઓ (માંજો) નંગ-૫ કિ.રૂ. ૧૦૦૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.