મોરબીમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરવાના કાર્યક્રમનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૮ શનિવારે જિલ્લા પંચાયતના પટાંગણમાં યોજાનાર આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા) અંતર્ગત લોકાર્પણનો મુખ્ય કાર્યક્રમ વડોદરા ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. વડોદરા જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમ સમાંતર દરેક જિલ્લામાં યોજાનાર હોઈ તે અન્વયે મોરબી જિલ્લામાં આ કાર્યક્રમ તા.૧૮.૦૬.૨૦૨૨ શનિવારનાં વિવિધ રાજકીય મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાશે જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ જળવાય રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે સંબંધિત અધિકારીઓને સુચના આપી, કાર્યક્રમના સફળ આયોજન માટે આનુષંગીક વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, નાયબ પોલિસ અધિક્ષક એમ.આઇ.પઠાણ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા, સર્વે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...