સોશિયલ મીડિયામાં ફેક આઇડી બનાવી ફેક મેસેજ કરવાનાં કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે મોરબી માં ફેક આઇડી માંથી અભદ્ર ભાષામાં બેફામ વાણી વિલાસ કરતા કિસ્સા માં પોલીસ ફરીયાદ થયા નું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ મોરબીમાં હિન્દુવાદી સંગઠનના અગ્રણીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ફેક આઈડી બનાવી અભદ્ર વાણી વિલાસ કરવામાં આવ્યો હોય જે બનાવ મામલે અગ્રણીની પોલીસ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીની વેરાઈ શેરીના રહેવાસી અને ગૌરક્ષક જીલ્લા સંયોજક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ઇન્સટાગ્રામ આઈડી પર દીપિકા જોશી નામના ફેક આઈડી પરથી મેસેજ કરવામાં આવ્યા હતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વાણી વિલાસ કરી ગુનો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઇન્સટાગ્રામ આઈડી બનાવનાર અને મદદ કરનાર વિરુદ્ધ આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એ ડીવીઝન પી આઈ જે એમ આલ ચલાવી રહ્યા છે
આજે ધોરણ 1 થી 5 વાળી શાળા શ્રી કાંતિપુર પ્રા. શાળામાં ધોરણ 5 ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ ધોરણ 5 ના દરેક બાળકોએ પોતાના શાળા સમય દરમિયાનના અનુભવો જણાવ્યા.
ત્યારબાદ શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી એ એક પ્રેરણાદાયી અને વિદાય ગીત રજુ કર્યું જે સાંભળી...