મોરબીમાં મચ્છીપીઠ ઈદગાહ મેદાનના ગેઈટ નજીક જુગાર રમતા ત્રણ પકડાયા
મોરબી: મોરબીમાં મચ્છીપીઠ ઈદગાહ મેદાનના ગેઈટ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં મચ્છીપીઠ ઈદગાહ મેદાનના ગેઈટ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી અનવરભાઈ રહીમભાઈ મોવર, યુસુફભાઈ મહમદભાઈ જુણાજ, અને ટીપું સુલ્તાન ગુલામભાઈ ભટ્ટી રહે બધા મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૧૬૫૦ ના મુદામાલ મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.