મોરબી: મોરબીના ૨૫ વારીયા કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ કંડલા બાયપાસ હાઈવે પર રહેતી મહિલાનુ ગળે ફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રૂબીનાબેન ગફારભાઈ જેડા ઉ.વ.૩૬ રહે. મોરબી ૨૫ વારિયા કામધેનું પાર્ટી પ્લોટ પાછળ કંડલા બાયપાસ હાઈવે વાળીએ ગત તા.૨૯-૦૩-૨૦૨૩ ના રોજ પોતાના ઘરે પોતાની જાતેથી કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
