મોરબીમાં મહેન્દ્રનગર ઉગમણા નાકા નજીક જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીમાં મહેન્દ્રનગર ઉગમણા નાકા નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ઉગમણા નાકા નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી યોગેશ રમેશભાઈ કડીવાર રહે. ટીબંડી ગામના પાટીયા પાસે પરમેશ્વર કાંટા પાસે ઓરડીમાં તા. મોરબી તથા રણજીત અજીતભાઈ હળવદીયા રહે. ભીમાસર ગામ ઉમાટાઉનશિપ રોડ મોરબી -૨ વાળાને રોકડ રકમ રૂ. ૧૫,૧૩૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.