મોરબીમાં મહેન્દ્રનગર માળિયા ફાટક મેઈન રોડ પર આઈસરે બાઈકને હડફેટે લેતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત
મોરબી: મોરબી મહેન્દ્રનગરથી માળિયા ફાટક તરફ જતા રામધન આશ્રમ નજીક આઈસર બાઈકને હડફેટે લેતા એક યુવાનનું મોત નિપજ્યું જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર ઇજાગ્રસ્ત યવકે આરોપી આઇસર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા ભરતભાઇ બાબુભાઈ પઢીયાર (ઉ.વ.૧૯) એ આરોપી અજાણ્યા આઇશર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૯-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદી તથા તેના ફુવાનો છોકરો ઉમેશ રાજેશભાઇ ચૌહાણ ઉ.વ ૨૦ વાળો બન્ને ફરીયાદીના હિરો સ્પેલેન્ડર મોટર સાયકલ રજી નં GJ-10-CP 6764 વાળામાં મોરબી મહેન્દ્રનગર ગામથી બહાર નીકળતા માળીયા ફાટક તરફ જતા હોય તે વખતે કોઇ અજાણ્યા આઇસર જેવી ટ્રક વાળાએ પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે હંકારી લાવી ફરીયાદીના મોટર સાયકલને પાછળથી ઠોકર મારી અકસ્માત કરી ફરીયાદી તથા તેના ફુવાના છોકરાને બન્નેને રોડ ઉપર પાડી દઇ ફરીયાદીને જમણા પગે ઢીચણના ભાગે ઇજા પહોંચાડી જ્યારે ઉમેશને પીઠના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નીપજયું હતું. આરોપી આઈસર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર ભરતભાઈએ આરોપી આઇસર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.