મોરબીમાં યુવક ઉપર ત્રણ શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો
મોરબી: યુવક તથા તેના મિત્રો રમજાન ઈદ તેહવાર નિમિત્તે નાની વાવડી બગથડા રોડ પર આવેલ દેવ ફન વલ્ડ ગાર્ડનમાં ફરવા આવેલ અને પરત નિકળતા ગાર્ડનમાં સિડી પાસે શખ્સ સામે ખંભો અથડાતાં શખ્સ એકદમ ઉશકેરાઇ જઇ છરી ના ઘા મારી યુવકને નિચે પાડી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ભોગ બનનાર યુવકે ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના નવાગામમાં રહેતા રમજાનભાઈ મુરાદભાઈ કટીયા (ઉ.વ.૨૧) એ આરોપી ઇરફાન સંધવાણી રહે. માળીયા (મી) તથા બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૪-૨૦૨૩ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા સાહેદો રમજાન ઈદના તહેવાર નિમિત્તે નાની વાવડી બગથડા રોડ પર આવેલ દેવ ફન વલ્ડ ગાર્ડનમાં ફરવા આવેલ અને પરત ઘરે જવા માટે નિકળતા ગાર્ડનમાં સીડી પાસે આરોપી તથા ફરીયાદીનો ખંભો સામે સામે અથડાતા આરોપી ઇરાફાને ફરીયાદીને ગાળો આપતા ફરીયાદીએ આરોપી ઇરફાનને ગાળો આપવાની ના પાડતા આરોપી ઇરફાનએ એકદમ ઉશકેરાઈ જઈ પોતાની પાસે રહેલ છરીથી ફરીયાદીના ખંભાના ભાગે એક ધા મારતા ફરીયાદી નિચે પડી જતા આરોપી બે અજાણ્યા ઈસમોએ ફરીયાદીને શરીરે ઢીકા પાટુનો માર મારી પકડી રાખતા આરોપી ઇરફાને ફરીયાદીને બીજા ચાર છરીના ધા વાંસા તથા પીઠના ભાગે મારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવક રમજાનભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
