મોરબીમાં રવિરાજ ચોકડી નજીકથી એક દેશી તમંચો અને ૦૨ (બે) જીવતા કાર્ટીસ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિરાજ ચોકડી ઓવરબ્રિજ નીચેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી ગ્રંથ બનાવટનો તમંચો-૦૧ અને ૦૨ (બે) જીવતા કાર્ટીસ સાથે મોરબી એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડેલ છે.
પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને તેમજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબી નાઓને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી જેમાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી., મોરબી તથા એસ.ઓ.જી. મોરબીના પોલીસ કર્મચારીઓ મોરબી જિલ્લા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરને બાતમી મળેલ કે, તોફીક કરીમ પીંજારા રહે. મોરબી ઘાંચી શેરી વાળો છે તે હાલમાં પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો અને કાર્ટીઝ પોતાના કબજામાં રાખી અને હાલમાં મોરબી રવિરાજ ચોકડીના ઓવરબ્રિજ નીચે ઉભો છે અને તેણે શરીરે કાળા કલરનું કેશરી અને સફેદ ડીઝાઇન વાળુ આખી બાયનુ ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને તે શરીરે મધ્યમ બાંધાનો છે. તે બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ તોફીક કરીમભાઇ ખોખર ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે. મોરબી મચ્છીપીઠ પાસે ઘાંચીશેરી મુળગામ ખેવારીયા તા.જી.મોરબી વાળાને દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧, કિં.રૂ.૫,૦૦૦/તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૨ કિં.રૂ.૪૦૦/- મળી કુલ કિં.રૂ. ૫,૪૦૦/-ના મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.