મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 77 બોટલો સાથે એક ઝડપાયો: એક ફરાર
મોરબી: મોરબીના કુબેરનગરમા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૭૭ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ધીરજભાઇ ગોવીંદભાઇ ચાવડા રહે. મોરબી યમુનાનગર શેરી નં.૫ વાળો તથા અરવીંદભાઇ રામભાઇ ચાવડા રહે. કુબેરનગર મોરબી વાળાઓ આરોપી અરવીંદભાઇ રામભાઇ ચાવડાના રહેણાંક મકાનમાં ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી બાતમીના આધારે રેઇડ કરતા રહેણાંક મકાનમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ- ૭૭ કિ.રૂ.૩૨,૩૦૦/- ના મુદામાલ સાથે આરોપી ધીરજભાઇ ગોવીંદભાઇ ચાવડા રહે.મોરબી નવલખી રોડ યમુનાનગર શેરી નં.૫ મુળ રહે.નાની બરાર તા.માળીયા (મી) જી. મોરબી વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક શખ્સ અરવીંદભાઇ રામભાઇ ચાવડા રહે કુબેરનગર મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.