મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ધર્મમંગલ સોસાયટીના લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિં. રૂ. ૯૦૦ સાથે મૂળ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
