મોરબી: મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ.૮૨. બ્લોક નં -૪૫૧ માં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ એમ.૮૨. બ્લોક નં -૪૫૧ માં રહેતા કમલેશભાઈ રમેશભાઈ સોનાગ્રા (ઉ.વ.૨૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૦ કિં રૂ.૩૪૩૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભ્રષ્ટ તંત્ર-બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી.
ગુજરાતમાં રેશનકાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો જોવા મળે છે, ત્યારે બીજી તરફ, સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની પુરતી કાળજી લેવામાં આવતી નથી. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામભરોસે પડ્યાં છે....
મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રકમ ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર...