Tuesday, July 8, 2025

મોરબીમાં રામ જનમોત્સવની ઉજવણીના આયોજનના ભાગરૂપે 5માર્ચે મિટીંગ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સનાતન હિંદુ સમાજ તેમજ રામ જનમોત્સવ સમિતિ દ્રારા આગામી તા. ૩૦ માર્ચના રામ જનમોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે જેમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રાની તૈયારીના ભાગરૂપે તા. ૫ માર્ચને રવિવારે સાંજે ૯ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, રામ ચોક પાસે, નાગરિક બેંકની સામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટીંગમાં શહેરના તમામ મંદિરના પૂજારીઓ અને સાધુ-સંતો, તમામ ભગિની સંસ્થાઓના પ્રમુખો અને તેમની કમિટી સભ્યો,તમામ ગણપતિ ઉત્સવના આયોજકો અને તેમની ટીમ, તમામ ગરબીના સંચાલકો પ્રમુખો અને તેમના કાર્યકર્તાઓ, દરેક સમાજના પ્રમુખો અગ્રણીઓ અને તેમની કમિટીઓ, સિરામિક ઉદ્યોગ એસોસિએશન, જ્વેલરી એસોસિએશન, કરિયાણા એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, મેડિકલ એસોસિએશન, વાસણ એસોસિએશન, ક્લોથ એસોસિએશન, બુટ ચપ્પલ એસોસિએશન, પાન બીડી તંબાકુ એસોસિએશનને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર