મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ સરકારશ્રીનાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કરવામાં આવેલ રજૂઆત અને સતત ફોલોઅપથી મોરબી જિલ્લાના મોરબી-માળીયા-જોડીયા જુથ સુધારણા યોજના હેઠળ પર(બાવન) ગામો તથા પરા વિસ્તારમાં જુદી જુદી ક્ષમતાના વિલેજ લેવલ સમ્પ,કનેક્ટીંગ પાઇપલાઇન તથા પમ્પહાઉસ-મશીનરીનાં કામો માટેના રૂ ૧૯,૨૮,૫૪,૧૮૬ ના ડી ટી પી કામોને મંજુરી આપવામાં આવી છે
આ જૂથ સુધારણા યોજના અંતર્ગત મોરબીના 33 અને માળીયાનાં ૨૭ ગામોએ ૫૦ હજારથી ૪ લાખથી વધુની ક્ષમતાના પાણીનાં વધારાના સ્ટોરેજ ઉપરાંત ગ્રેવીટી તથા રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, ૨ એમએલડી ક્ષમતાનો ક્લીયર વોટર ભૂગર્ભ સંપ,પમ્પહાઉસ,કમ્પાઉન્ડ વોલ, સ્ટાફ ક્વાર્ટર, ઇન્ટર્નલ રોડ, રીપ્લેસીંગ એરવાલ્વ/રાઇઝર, લાઇટ એરેન્જમેન્ટ, ફ્લોમીટર,પમ્પીગ મશીનરી વિગેરે કામગીરીનાં સમાવેશ થકી પ્રજાજનોની મુખ્યત્વે જરૂરીયાત પાણીના સ્ત્રોતની સંગ્રહશક્તિના વધારાની સુવિધા ઉપલબ્ધ થશે.
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...