મોરબીમાં લગધીરપુર રોડ પર આવેલ કેનાલમાં પડી ડુબી જતાં યુવકનું મોત
મોરબી: મોરબીમાં લગધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં પડી ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મુજમ્મીલ અકરમભાઈ સીદીકી (ઉ.વ.૨૫) રહે. ઉત્તરપ્રદેશ વાળો ગઈ તા.૦૭-૦૨- ૨૦૨૩ ના રોજ સાંજના આશરે છએક વાગ્યાના સમયે મોરબી લગધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં અકસ્માતે પડી ડુબી જતાં પાણીમાં જતા કેનાલના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું તેની લાશ કેનાલમાં તણાઇ જતા મચ્છુ-૨ ડેમમાં જતી રહેતા ડેમમાંથી મળી આવી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.