મોરબીમાં વેપારીના ઉપલા ખીસ્સામાંથી મોબાઈલની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના ખાટકીવાસ ચોકમાં અજાણ્યો ચોર ઈસમે વેપારીના ઉપલા ખીસ્સામાંથી મોબાઈલની કરી લઈ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વનાણીયા ગામે રહેતા અને પાઈપનુ કારખાનું ધરાવતા ઈશાભાઈ ઈલયાસભાઈ લુઢર (ઉ.વ.૪૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૫-૨૦૨૩ નાં રોજ અજાણ્યા ચોર ઈસમ ફરીયાદીનો Oppo F19s મોબાઇલ ફોન જેની કિંમત રૂ.૬૦૦૦ વાળો મોબાઇલ ફરીયાદીના ઉપલા ખીસ્સામાંથી ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર ઇશાભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.