મોરબીમાં શરીર સબંધી ગુન્હા આચરતા બે ઇસમો પાસા તળે જેલ હવાલે
મોરબી: મોરબી તાલુકા વિસ્તારમાં શરીર સબંધી ગુન્હા આચરતા બે ઇસમોને પાસા તળે અટકાયત કરી જીલ્લા જેલ પોરબંદર તથા મધ્યસ્થ જેલ વડોદરા જેલ હવાલે મોરબી તાલુકા પોલીસે કરેલ છે.
પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ દ્રારા ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા સુચના આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓના હુકમ અન્વયે સામાવાળા ઇમ્તીયાઝભાઇ અબ્દુલભાઇ ઉર્ફે કાનો કૈડા ઉ.વ.૨૪ રહે.મસ્જીદ શેરી, સંધીવાસ, જેતપર તા.જી મોરબી તથા ફિરોજભાઇ ઉર્ફે ભુરો અબ્દુલભાઇ ઉર્ફે કાનો પૈડા ઉ.વ.૨૩ રહે. મસ્જીદ શેરી, સંધીવાસ, જેતપર તા.જી મોરબી વાળાઓ અગાઉ શરીર સંબધી ગુન્હાઓમાં સંડોવાયેલ હોય જેઓને આજરોજ તા.૧૭/૧૨/૨૦૨૨ ના પાસા એકટ હેઠળ અટકાયત કરી ઇમ્તીયાઝભાઇ અબ્દુલભાઇ ઉર્ફે કાનો કૈડા ને જીલ્લા જેલ, પોરબંદર તથા ફિરોજભાઇ ઉર્ફે ભુરો અબ્દુલભાઇ ઉર્ફે કાનો પૈડાને મધ્યસ્થ જેલ, વડોદરા જેલ ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે.