મોરબી: મોરબીની ડિ.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં આગામી તા.૧૧ અને ૧૨ ના રોજ વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મુંબઈના ડો. વિક્રમ સંઘવી સેવા આપશે.
મોરબીના નવા ડેલા રોડ ખાતે આવેલી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં રૂપાબેન જગદીશભાઇ જવેરી તેમના સુપુત્રી નેહલબેન વિદીતભાઈ શાહના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૧૧ને શનિવારના રોજ સાંજે ૪થી ૭ અને તા. ૧૨ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન યોજાશે.
આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત ડો. વિક્રમ સંઘવી હાજરી આપશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરી પાસે અગાઉથી નોંધાવી જવા તેમજ તપાસ વખતે કેશ પેપર્સ સાથે રાખવા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઇ વી. શાહની યાદીમાં જણાવાયું છે.
મોરબીના ચકમપર થી જીકીયાળી રોડ પર કેટલાક માણસો દ્વારા રોડ પર ઉકરડા રૂપી દબાણ ખડકી દેવામાં આવ્યા હતા જે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરી રોડ ખૂલ્લો કરાયો છે.
મોરબી તાલુકાના ચકમપર થી જીકીયાળી ગામ તરફ જવાના રોડ ઉપર અમુક દબાણો કરતા દ્વારા રોડ પર ઉકરડા કરવામાં આવ્યા હતા જેના...
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના રાજપર રોડ પર આવેલ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.૧૯) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...
હળવદ શહેરમાં આવેલ સરા રોડ પર ઢવાણીયા દાદાની દેરી સામે નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસેથી આધેડનો છકડો રિક્ષા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા મોરબી દરવાજા ક્રુષ્ણનગરમા રહેતા અને ટ્રાન્સપોર્ટનુ કરતા દયારામભાઈ ભુદરભાઈ ચાવડા (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...