મોરબીમાં 21તથા22 જાન્યુઆરીએ વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાશે
મોરબી: મોરબીમાં તા.૨૧-૦૧-૨૦૨૩ ને શનિવાર અને તા.૨૨-૦૧-૨૦૨૩ ને રવીવાર ના રોજ એમ બે દિવસ વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી શ્રી વીસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી-૩, નવાડેલા રોડ, મોરબી ખાતે સ્વ વસંતભાઈ પારેખ, ચંપાબેન પારેખ (મોરબીવાળા) તેમજ અંજલીબેન અને ભારતિબેનના આત્મર્થે, નિતિનભાઈ પારેખ અને ડૉ. પરિમલભાઈ પારેખ તરફથી પ્રેરિત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડૉ. વિક્રમભાઈ સંઘવી (M.S) કેન્સરના દર્દીઓને તા. ૨૧-૦૧- ૨૦૨૩ ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ તા ૨૨-૦૧- ૨૦૨૩ ને રવીવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરી પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ માટે આવે ત્યારે પોતાના કેશ પેપર્સસાથે લાવવા તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશ વી. શાહની યાદીમાં જણાવામાં આવેલ છે.