મોરબીઃ મધુરમ ફાઉન્ડેશન મોરબી અને આયુર્વેદ પ્રચાર સમિતિ દ્વારા મોરબીમાં આયુર્વેદ કથાનું આયોજન આગામી તારીખ ૬ માર્ચના રોજ કરવામાં આવ્યું છે.
મોરબી ખાતે આગામી તારીખ ૬/૩/૨૦૨૩ અને સોમવારના રોજ બપોરે ૧.૩૦ થી ૫.૦૦ કલાકે પટેલ સમાજવાડી, શનાળા (મોરબી) ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી, તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની “આયુર્વેદ કથા” નું આયોજન કરેલ છે. મોરબીના આંગણે આ સૌ પ્રથમ કથા છે. તેમજ આ આયુર્વેદ કથામાં વધુમાં વધુ બહેનો આવે તો જ આપણો હેતુ બર આવશે. તેથી આગામી તા.૦૬-૦૩-૨૦૨૩ નાં રોજ ૧.૩૦ વાગે આ કથામાં તમામ લોકોને સહકુટુંબ હાજર રહેવા ભારપૂર્વક જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...