મોરબીમાં GSTના દરોડાનો દોર યથાવત : લાતી પ્લોટમાં CGSTના દરોડા
મોરબી: મોરબી ઉદ્યોગમાં માર્ચ મહિનો નજીક આવતા દર વર્ષે જોવા મળી રહે છે તે રીતે હવે માર્ચ મહિનાની ત્રણ મહિના જેટલો સમય બચ્યો છે તેવામાં દરોડાની કામગીરી મોરબીની અંદર જોવા મળી રહી છે. મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ સહિત ઘડિયાળ ઉપયોગમાં છેલ્લા બે દિવસથી સીજીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્ય છે. લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર પડેલા દરોડાની અસર ઘડિયાળના ત્રણ જેટલા કારખાના ઉપર જોવા મળી હતી.
મોરબીમાં બે દિવસથી હાઇવે પર મોબાઈલ સ્કવોડ દ્વારા વાહન ચેકિંગ કરી જીએસટીની ચોરી પકડવા કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં બે દિવસ પહેલા ૧૪ જેટલા ટ્રકો સીરામીક, પ્લાસ્ટિક, લોખંડ જેવા માલ સામાનની હેરાફરતી કરતા ટ્રકો ઝડપાયા હતા હજુ પણ મોબાઇલ સ્ક્વોડ સતત વાહનોની ચેકિંગ ચાલુ છે.
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ના ધંધાથી પર ગઈ કાલે વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા તેની સાથે ત્રણ જેટલા ઘડિયાળ ઉદ્યોગ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા તેમજ મળતી માહિતી મુજબ રાજપર રોડ ઉપર આવેલા બે જેટલા યુનીટોમાં પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે ગઈકાલે પડેલા દરોડાની કામગીરી હજુ પણ યથાવત જોવા મળી રહી છે આ કામગીરીમાં CGSTની ટીમને અનેક દસ્તાવેદી સાહિત્ય હાથ લાગ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે જોકે આ દરોડાની કામગીરીથી લાતી પ્લોટ વિસ્તારમાં હાલ અનેક ધંધાર્થીઓ પોતાના ધંધા બંધ કરી નાશી ગયા ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.