મોરબીમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 63 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના મહેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬૩ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દારૂ તથા જુગારની બદી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનનાઓ તથા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના સર્વેલન્સના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલનાઓની સયુક્ત બાતમીના આધારે આરોપી રસીકકુમાર કાનજીભાઇ રાણીપા ઉ.વ.૩૫ રહે. મહેન્દ્રનગર, પટેલ નગર, રમણીકભાઇ ધુનડા વાળાના મકાનમાં ભાડેથી મોરબી મૂળગામ- વાઘગઢ તા.ટંકારા મોરબી વાળાના રહેણાક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાતીય દારૂની બોટલો નંગ-૬૩ એમ કુલ કિં.રૂ. ૬૩,૦૦૦/- ના ઇગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી મુદ્દામાલ કબ્જે કરી ગુનો રજીસ્ટર, કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.