Friday, August 15, 2025

મોરબીમા સિરામિક પ્લાઝા-1,2 માં દુકાનમાં થયેલ ચોરીની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તા. ૨૩ ફેબ્રુઆરીએ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ સીરામીક પ્લાઝા -૧,અને ૨ માં આવેલ દુકાનોમાં તાળા તોડી રૂ. ૬૭૦૦ ના મુદ્દામાલની અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર દુકાનદારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર માતૃહીલ્સ એપાર્ટમેન્ટ, રૂષભ પાર્ક સોસાયટી, મુનનગર ચોક પાસે રહેતા અરૂણભાઇ દલસુખભાઈ અંબાણી (ઉ.વ.૩૦) આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૨-૨૦૨૩ ના રોજ મોડી રાત્રે આરોપીએ ફારીયાદિની સીરામીક પ્લાઝા-૦૨ મા આવેલ દુકાન તેમજ સાહેદોની આજુબાજુમા આવેલી દુકાનોના શટર ઉચકી દુકાનોમા રાત્રીના સમયે ગેરકાયદેસર રીતના પ્રવેશ કરી ફરીયાદીની દુકાનમા રાખેલ ટેબલનુ ખાનાનુ લોક તોડી તેમા રાખેલ રોકડ રૂપીયા-૭૦૦/-તથા જુનો મોબાઇલ ફોન કી.રૂ- ૫૦૦૦/- તથા એ.સી.નો કોપર પાઇપ કી.રૂ-૧૦૦૦/- મળી કુલ રૂ-૬૭૦૦/-ની તથા આજુબાજુની દુકાનોમાથી પરચુરણ રકમની ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનાર દુકાનદાર અરૂણભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦,૪૫૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર