મોરબી: અપહરણ અને બળાત્કારના ગુન્હામા છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ અને બળાત્કારના ગુન્હામા છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બી.એ ઝડપી પાડયો છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે પો.સબ.ઇન્સ, એલ.સી.બી. મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ અને પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) આઇ ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૩(એ) ૪ તથા ૬,૧૭ મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપી રવી કૈલાસ ઉર્ફે ગુડુ નાગર ઉ.વ.રપ મૂળ રહે. તુલશીઅડા ગામ તા. જી.ઇટાવા (યુપી) પોલીસ સ્ટેશન ફ્રેન્ચ કોલોની સિવિલ લાઇન હાલ રહે. હરીપર ગામની સીમ આઇકોલેકસ કારખાનામા તા.જી.મોરબીવાળાને હરીપર ગામની સીમ આઇકોલેકસ કારખાનામાથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવા તજવીજ કરેલ છે.