Saturday, June 21, 2025

મોરબી: “અરે ઓ સાંભા” સુના હૈ રામગઢ મેં પુલીસ આઈ હૈ ! 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના રામગઢ (કોયલી) ગામે જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ

મોરબી તાલુકાના રામગઢ (કોઇલી) ગામે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પતાપ્રેમીઓ ત્યાંથી મળી આવતા રોકડા રૂપિયા ૩૫,૭૦૦ સાથે પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી.

રામગઢ નામ સાંભળી ને શોલે ફિલ્મમાં ગબ્બર નો ડાયલોગ અહીં બંધ બેસે છે …જી હા મોરબી તાલુકાના રામગઢ ગામમાં જુગાર રમતા પાંચ શકુની ઝડપાયા હતા

તાલુકા પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા નિલેશ ભૂરા ભીમાણી (૪૯), મહેન્દ્ર આણંદ ભીમાણી (૩૬), અરવિંદ અર્જુન પનારા (૩૩), વિપુલ હરજી પનારા (૩૫) અને પરેશ દેવરાજ રાણીપા જાહેરમાં જુગાર રમતા મળી આવતા પાંચ ઈસમોની રોકડા રૂપિયા ૩૫,૭૦૦ સાથે મોડી રાત્રિના ધરપકડ કરવામાં આવી હતી અને પાંચેયની સામે તાલુકા પોલીસ મથક ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર