મોરબી : તારીખ 11/5/2022ને બુધવારના રોજ મુ.આમરણ, ડાયમંડ નગર ખાતે આમરણ ગૌશાળા નાં લાભાર્થે રામામંડળ રમાશે. ચિકાણી પરિવાર દ્વારા રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. નકલંક નેજાધારી તોરણીયાનુ રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.
મોરબી સિરામિક મેન્યુફેક્ચર એશોશિએશન દ્વારા કેન્દ્રિયમંત્રી નિર્મલા સિતારામનને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં મોરબી-રાજકોટ સિરામિક ક્લસ્ટર આજે વિશ્વના સૌથી મોટા સિરામિક ઉત્પાદન કેન્દ્રોમાંનો એક બની ઉભરી આવ્યો છે. આ ક્લસ્ટર ભારતના ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ, રોજગાર સર્જન તેમજ MSME આધારિત આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે....
મોરબીના પીલુડી(વાઘપર) ગામે રહેતા મહિલા જામનગરમાં સાસરે હોય જ્યાં તેમના સાસરીયા દ્વારા પરણિતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પિલુડી વાઘપર ગામે રહેતા પરમેશ્વરીબા અભયરાજસિંહ ચુડાસમા (ઉ.વ. ૨૬) એ આરોપી અભયરાજ સિંહ અનોપસિંહ...
હળવદ તાલુકાના સુસવાવ ગામથી કેદારનાથ મહાદેવ તરફ જતા રોડ ઉપર બે મોટર સાયકલ વચ્ચે થયેલ અકસ્માતની ઘટનામાં પ્રૌઢ મોટર સાયકલ ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સુસવાવ ગામમાં સથવારા વાસમાં રહેતા ચુનીલાલ ભૂરાભાઈ બાહપીયા ગત તા.૨૬ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સાંજના અરસામાં પોતાનું મોટર સાયકલ રજી.નં જીજે-૧૩-એન-૮૦૬૫...