Tuesday, June 24, 2025

મોરબી: આલાપ રોડ પર આવેલી કાપડની દુકાનમાં ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી શહેરમાં હમણાં હમણાં ચોરીનાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ચોરી કરતી ટોળકી જાણે સક્રીય થઈ હોય મોરબીના પોશ વિસ્તાર આલાપ રોડ પર આવેલી એક કપડાંની દુકાનમાં વેપારીની નજર ચૂકવીને કપડાંની ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ જતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલી દુકાનોમાં વેપારીને નજર ચૂકવીને કપડાં ચોરતી મહિલાએ ફરીથી પોતાનો કસબ અજમાવ્યો છે. જેમાં સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના મુજબ એક મહિલા આલાપ રોડ ઉપર આવેલ નિરાલી સિલેક્શન નામની કપડાંની દુકાનમાં કપડાંની ખરીદી કરવા જાય છે અને વેપારીને કપડાં દેખાડવાનું કહેતા વેપારી આ ઠગ મહિલાને ગ્રાહક સમજીને કપડાં બતાવે છે. એ દરમિયાન મહિલા વેપારીની નજર ચૂકવીને કપડાંની ચોરી કરી લે છે. જ્યારે કોઈ કામસર વેપારી બહાર જાય ત્યારે આ મહિલા દુકાનમાં રહેલા ટેબલના ખાનામાંથી રૂપિયાની ચોરી કરવાનો પ્રયાસ કરે છે. પણ ખાનું લોક હોવાથી આ ચોરીનો પ્રયત્ન વ્યર્થ જાય છે.

બાદમાં આ મહિલા વેપારી પાસેથી રૂ.5 હજારના કપડાંની ખરીદી કરીને હું અહીં પાછળ જ રહું છે હું હમણાં આવીને પેમેન્ટ ચૂકવીણ દઈશ એવી હૈયાધારણા આપી આ રૂ 5 હજારનો માલ અને બીજા સરેવી લીધેલા કપડાં લઈને આ મહિલા છનનન થઈ જાય છે.જો કે આ મહિલા પેમેન્ટ માટે વિશ્વાસમાં લેવા વેપારીને પોતાનો મોબાઈલ નંબર આપે છે પણ જ્યારે કોન્ટેક કરે ત્યારે બ્લોક કરી નાખે છે.આવી રીતે ચીટર ટોળકી સક્રિય થઈ છે અગાઉ પણ મહિલા ગેંગ સક્રિય થઈ હતી. ત્યારે ગત તા 27 માર્ચના રોજ બનેલી આ ઘટનામાં પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાનું વેપારીએ જણાવ્યું હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર