મોરબી: કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખવા બાબતે મનદુઃખ રાખી માતા-પુત્ર પર ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોનો હુમલો
મોરબી: મોરબી લીલાપર રોડ મહાદેવ પોટ્રી નામના કારખાનાની ઓરડી પાસે મહિલા તથા તેમના દીકરાએ મહાદેવ પોટરી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ હોય પરંતુ મહિલાનો દિકરો બિમારીના કારણે કામ પર ન જતા શખ્સે નળીયાનો કોન્ટ્રાકટ અમે રાખી લીધો તેવું જણાવી તે બાબતનું મનદુઃખ રાખી ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોએ મહિલા તથા તેના દિકરાને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી લીલાપર રોડ ઉપર મહાદેવ પોટરી નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા રમીલાબેન રમેશભાઈ વાઢેર (ઉ.વ.૪૫) એ આરોપી ટીનીબેન હિતેશભાઈ મારૂણીયા, હિતેશભાઈના બેન ભારતીબેન, હિતેશભાઈ કાળુભાઇ મારૂણીયા, હિતેશભાઈના બાપુજી કાળુભાઇ તથા હિતેશભાઈના માતા રહે. બધા પ્રેમજીનગર મકનસર તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૪-૨૦૨૩ ના રોજ સાંજના આશરે સાડા છ પોણા સાતેક વાગ્યાના સુમારે ફરયાદી તથા તેમનો દિકરો મહાદેવ પોટરી નામાના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ હોય પરંતુ ફરીયાદીના દિકારા બીમારી સબબ કામ ઉપર ન જતા આ કામના આરોપી હિતેશભાઈએ નળીયાનો કોન્ટ્રકટ અમે રાખી લીધો હોય તેવુ જણાવતા તે બાબતનુ મનદુઃખ રાખી આરોપી ટીનીબેન તથા ભારતીબેને મહાદેવ પોટ્રી કારખાને આવી ફરીયાદી તથા સાહેદને ભુંડી ગાળો દઇ થોડી વાર બાદ આરોપી હિતેશભાઈ તથા કાળુભાઇ અને હિતેશભાઈના માતા આવેલ અને આરોપી હિતેશભાઈ તથા કાળુભાઇએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારવાનો પ્રયત્ન કરી મુંઢ માર મારી સાહેદ ગૌતમને જાતી પ્રત્યે અપમાનિત કર્યા હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલા રમિલાબેને પાંચેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ- ૩૨૩,૫૦૪,૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(R)(S),૩(૨)(૫)A તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
