મોરબી કેનાલ રોડ બોરીયા પાટી નજીક કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત
મોરબી: મોરબી કેનાલ રોડ બોરીયા પાટી નજીક કેનાલમાં પાણીમાં કોઈ કારણોસર પડી ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ બોલ્સ્શેન કારખાનામાં રહેતા શાન્તુલાલ લાલરામ મિણા (ઉ.વ.૩૯) નામનો યુવક મોરબી કેનાલ રોડ બોરીયા પાટી નજીક કેનાલમાં પાણીમાં કોઈ કારણોસર પડી ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.