મોરબી : કેન્દ્રીય બજેટમાં સિરામિક ઉદ્યોગને કોઈ ફાયદો નહીં !!!
એક તરફ સીરામીક ઉદ્યોગ કરોડો રૂપિયાનું હુંડીયામણ રળીને સરકારની તીજોરી ભરી આપતું હોઈ છે ત્યારે આ બજેટમાં સીરામીક માટે કોઈ સારો લાભ મળ્યો નથી
મોરબી: કેન્દ્ર સરકાર દ્વારા મોરબી સિરામિક ઉદ્યોગ માટે ફાયદાકારક કોઈપણ જાહેરાત કરવામાં નથી આવી જેથી ઉદ્યોગપતિઓમા નિરાશા જોવા મળી રહી છે. આમ તો સિરામિક ઉદ્યોગને કેન્દ્ર સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવતું હોય ત્યારે ક્યાંક લાભ મળશે તેવી સિરામિક ઉદ્યોગકારો આશા રાખીને બેઠા હોય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ૨૦૨૩ ના બજેટમાં સિરામિક ઉદ્યોગકારોને ક્યાંક નિરાશા સાપડી હોય તેવું લાગી રહ્યું છે. મોરબીના પ્રખ્યાત ઉદ્યોગો માટે કોઈ ફાયદો નથી, કોઈ રાહત નથી, મંદીમાંથી બહાર આવે તેવા કોઈ પગલા લેવાયા નથી. મોરબીનો વિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ માટે પણ કોઈ રાહત નથી અપાઈ તેમજ લોકોની અપેક્ષા ફળીભૂત થઈ નથી.
કેન્દ્રીય નાણાપ્રધાને બુધવારે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યુ હતું જેથી મોરબી સીરામીક તેમજ ઘળીયાર ઉદ્યોગમા થોડી ખુશી જ્યાદા ગમ જેવો માહોલ સર્જાયો છે.સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત મોરબીના સિરામીક, ઘડિયાળ ઉદ્યોગની અપેક્ષા ન સંતોષાતા ઉદ્યોગ જગતમાં નિરાશા વ્યાપી ગઇ છે.
મોરબી સિરામિક ઉદ્યોગને કેન્દ્રીય બજેટમાં એવી અપેક્ષા હતી કે મોરબીના ૮૫૦ યુનિટોમાં જીએસટીના લીધે એક્સ્પોર્ટ ટર્નઓવર ઘટયું જે પીએમ આવાસ યોજનાથી ફાયદો થશે તેવી આશા હતી તેમજ જીએસટી ૧૮ માથી ૧૨ ટકા કરવાની માંગ હતી જે સિરામિક ઉદ્યોગકારોની માંગ અધુરી રહી છે. તેમજ મોરબી ઘડીયાળ ઉઘૌગને મંદીએ ભીડો લીધો છે જેમાં ૧૪૦ યુનિટ મરણપથારીએ પડ્યા છે દૈનિક ૧.૫૦ લાખના બદલે ૭૦ હજાર જ ઘડીયાળનુ ઉત્પાદન થાય છે જેમાં બજેટમાં ઘડિયાળ ઉદ્યોગને બુસ્ટર ડોઝ મળે તેવી કોઈ પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી નથી. જેથી મોરબી સિરામિક ઉદ્યોગ તેમજ ઘડીયાળ ઉદ્યોગને આ બજેટથી હાલ કોઈ ફાયદો થયો નથી. પરંતુ સિરામિક એસોસિએશનના પ્રમુખોને લાંબાગાળે ફાયદો દેખાય રહ્યો છે. ત્યારે ઉદ્યોગને આ બજેટથી લાંબા ગાળે કેવો અને કેટલો ફાયદો થશે તે આવનાર સમયમાં જોવું રહ્યું.