મોરબી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી( ડીપાર્ટમેન્ટઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારાં જીલ્લાકક્ષા ની “ગુજરાત સ્ટેમ ક્વિઝ-2023 ” આજરોજ તા.16/4/2023 રવિવાર બપોરે 2=00 થી ઓનલાઇન ક્વિઝનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં S=સાયન્સ,T= ટેકનોલોજી, M= મેથેમેટીક્સ,અને E= એન્જિનિયરિંગ વિષય નાં પ્રશ્નો નાં જવાબ આપો અને જીતો 2 કરોડ નાં ઈનામો ,વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધા માટે ધોરણ 9, 10, 11, 12 નાં વિધાર્થીઓ ભાગ લીધેલ જેઓએ રજિસ્ટ્રેશન કરેલ હતુ.ક્વિઝની ભાષા ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમથી હતી. જેમાં મોરબી જીલ્લાનાં 12500 થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્ટેમ ક્વિઝમાં શ્રી ઓમશાંતિ ઈ.મી.સ્કૂલ cbsc. મોરબી , ઓરપેટ ગર્લ્સ હાઈસ્કૂલ ટંકારા,આદર્શ નિવાસી શાળા, શ્રી યુનિક સ્કૂલ મોરબી, શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિધાલય વાંકાનેર, શ્રી તક્ષશીલા શાળા સંકુલ હળવદ, એલ.એન.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ & વી. એમ. મહેતા સ્કૂલ હળવદ, મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય ટંકારા , શ્રી કુંતાશી માળીયા ઉતર બુનિયાદી વિધાલય, મેઘપર માળીયા વગેરે..વગેરે મોરબી શહેર, તાલુકો, ટંકારા તાલુકો , વાંકાનેર તાલુકો તથા માળીયા (મિ) નાં વિધાર્થીઓ એ ભાગ લીધો હતો.
આ ગુજરાત સ્ટેમ ક્વિઝ-23 ની સફળતા માટે દરેક સ્કૂલ નાં આચાર્ય, સંચાલક, શિક્ષકમિત્રો તથા વાલીઓનાં ઉત્સાહ અને ઉમંગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
ગુજરાત સ્ટેમ ક્વિઝ- 23 માં ભાગ લીધેલ બધા જ વિધાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ દિપેનભાઈ ભટ્ટ તથા તેની ટીમનાં દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ટી.કે. હોટેલ પાછળ આવેલ ભારત રોડ વે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 60 બોટલ જેની કિંમત રૂપિયા 1,23,480 નો મુદામાલ સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ...
વિદેશમા વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી ફ્રોડ આચરનાર ગેંગના વધુ એક સભ્યને દિલ્હી ખાતેથી મોરબી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડયો છે.
છેલ્લા ઘણા લાંબા સમયથી ન્યુ દિલ્હી ખાતે ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી.કંપની તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી. નામની બે કંપનીઓ દ્વારા અલગ અલગ વેપાર ધંધા કરતા વેપારીઓને તેઓનો ધંધો વધારવા...