મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી રવિવાર તા. ૨૫-૧૨-૨૦૨૨ના રોજ સવારથી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે.
જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા ચીકી રૂ.૧૩૦ ના ભાવે ઉપરાંત તલ-સિંગ-દાળીયા સહીતની વિવિધ જાતની ચીકી રૂ.૬૦ તથા રૂ. ૭૦ના ભાવે તેમજ મમરાના લાડુંનુ રાહતદરે વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.
મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ...
મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગરમા રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા યુવકને આરોપીઓએ બીરલા કલરની એજન્સી આપવાની લાલચ આપી યુવક પાસેથી રૂ. 3,68,500 ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગરમા રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા હર્ષદભાઈ રતીલાલભાઈ કંઝારીયા (ઉ.વ.૩૩)...