વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલ તા.૫-૧-૨૦૨૩ સવાર થી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ ના કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવેલ છે.
જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા ચીકી ૨૫૦ ગ્રામ રૂ.૧૩૦ ના ભાવે ઉપરાંત તલ-સિંગ-દાળીયા સહીત ની વિવિધ જાત ની ચીકી ૫૦૦ ગ્રામ ના રૂ.૬૦ તથા રૂ.૭૦ ના ભાવે તેમજ મમરા ના લાડું નુ રાહતદરે વહેલા તે પહેલા ના ધોરણે વિતરણ કરવા માં આવશે તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.
વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શીબીર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવેલા તેમજ NT-DNT સમુદાય ના આગેવાનોની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસના હૉલમાં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા...
ટંકારા તાલુકાના ખેડૂતોને માવઠાના કારણે થયેલા ભારે નુકસાન બદલ અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય અને દેણા માફી તાત્કાલિક જાહેર કરવા બાબતે કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજકોટિયા દ્વારા સાંસદ સભ્ય પરસોતમભાઈ રૂપાલા, કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્દ્રભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવવામાં હતું કે, ટંકારા તાલુકામાં...
મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં મકનસર પાંજરાપોળ અંદર લાગેલ ટાવર તથા અલગ અલગ જગ્યાએ લાગેલ ઇન્ડુઝ કંપનીના ટાવરોમાથી ૫૭ હજારના બેટરી સેલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગાયત્રીનગર વાવડી રોડ પર રહેતા અને પ્રાઈવેટ નોકરી...