મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ યોજી સ્વજનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મોરબી: મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સદ્ગત પિતાની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા રઘુવંશી ક્રાંતિ મંચના મહિલા અગ્રણી સ્વ. નવલચંદભાઈ પ્રાણજીવનભાઈ દક્ષિણીની પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
સ્વ.નવલચંદભાઈ પ્રાણજીવનભાઈ દક્ષીણીની પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રી રઘુવંશી ક્રાંતિ મંચના મોરબી જીલ્લાના મહિલા અગ્રણી ભાવનાબેન અનિલભાઈ સોમૈયા તથા ધર્મપત્નિ ધીરજબેન દક્ષિણી દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.
આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી,ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, સહીતનાઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.