મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી સદ્ગત માતાને મોરબી સતવારા સમાજના અગ્રણી મોરભાઈ કંઝારિયા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવામાં આવે છે ત્યારે મોરબી સતવારા સમાજના અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયાના માતા સ્વ. રતનબેન રામજીભાઈ કંઝારીયાનુ તાજેતરમાં અવસાન થતા કંઝારીયા પરિવાર દ્વારા સદ્ગતનાં સ્મરણાર્થે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ તકે મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર સહીતના અગ્રણીઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.