મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.ચંપાબેન ત્રિભોવનદાસ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૫૦ દર્દીઓએ લાભ લીધો
અત્યાર સુધી ના ૨૪ કેમ્પ માં કુલ ૭૭૭૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૮-૨૦૨૩ શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૫૦ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૧૫ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
પ્રવર્તમાન માસ નો કેમ્પ સ્વ.ચંપાબેન ત્રિભોવનદાસ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૨૩ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૭૪૨૫ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૩૨૭૧ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૩૫૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૧૫ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા.
કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની,મુકુંદભાઈ મીરાણી, રમણીકલાલ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
આમ તો વાંકાનેર ભાજપમાં જૂથવાદ ચરમ સીમાએ છે ત્યારે દેશભક્તિના કાર્યક્રમોમાં પણ જુથવાદ સામે આવ્યો છે: સમગ્ર ગુજરાતના દરેક શહેરમાં એક તિરંગા યાત્રા અને વાંકાનેરમાં બે અલગ અલગ તિરંગા યાત્રા યોજાશે જેથી ભાજપના કાર્યકરોને ધરમ સંકટ આવી પડશે કોની તિરંગા યાત્રામાં જવું અને કોનીમાંના જવું
પહેલગાવમાં આતંકવાદીઓએ કરેલ કાયરતા પૂર્વકના...
મોરબી શહેર ત્રાજપર ચોકડી પાસેથી એક ઇસમને ગોંડલ સીટી વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ બાતમીના આધારે એક ઇસમને મોરબી ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજના વાંકાનેર તરફ જતા રસ્તે સર્વીસ રોડ...