માનવસેવા એજ પ્રભુ સેવા સંસ્થા-મોરબીના સહયોગથી બાળાઓને બ્યુટી પાર્લરની વોકેશનલ તાલીમ આપવામાં આવી
મોરબી: ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિધાલય મોરબીની બ્યુટી પાર્લરની વોકેશનલ તાલીમ મેળવેલી બાળાઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી કલેક્ટરએ સન્માન કર્યુ હતુ.
ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિધાલય મોરબીની બાળાઓને બ્યુટી પાર્લરની વોકેશનલ તાલીમ માનવસેવા એજ પ્રભુ સેવા સંસ્થાન-મોરબીના સહયોગથી આપવામાં આવી હતી. આ વોકેશનલ તાલીમની પૂર્ણાહુતિ સ્વરૂપે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના હસ્તે બાળાઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાળાઓને જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. કલેક્ટરએ બાળાઓ સાથે આત્મિયતા સાથે સંવાદ કરી બાળાઓ સાથે જમવા-રહેવાની વ્યવ્સ્થા વગેરે બાબતોની ચર્ચા કરી હતી.
આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશીયા, સંસ્થાકીય સંભાળ અધિકારી રીતેશભાઈ ગુપ્તા, ચિલ્ડ્રન હોમના અધિક્ષક નિરાલીબેન જાવિયા તેમજ સમગ્ર જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મોરબી – હળવદ હાઇવે અદાણી સી.એન.જી. પંપ પાસે આવેલ દ્રારકાધીશ હોટલમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે રૈયાભાઇ ઉર્ફે રાયમલ મૈયાભાઇ બાંભવા રહે. આંદરણા તા.જી.મોરબી વાળો ચરાડવા ગામ પાસે મોરબી-હળવદ હાઇવે રોડ, અદાણી સી.એન.જી પંપ પાસે આવેલ પોતાના કબ્જા...
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડ આચરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મોરબીમાં સાયબર ફ્રોડ કરી સાયબર ફ્રોડથી મેળવલ નાણાં સગેવગે કરનાર બે ઈસમો વિરૂદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી સંજયભાઇ ખેંગારભાઇ...