મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર, માળિયા, ટંકારા, હળવદ અને મોરબી તમામ પાંચેય તાલુકામાં અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવામાં આવી.
જેમાં વાંકાનેરમાં ભલગામ શાળા, ટંકારામાં ગાયત્રીનગર શાળા, માળીયા તાલુકામાં માણાબા શાળા હળવદ તાલુકામાં મહર્ષિ વિદ્યાલય અને મોરબી તાલુકામાં શિશુ મંદિર ખાતે કર્તવ્યબોધ દિવસની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વાંકાનેર ખાતે મહાવીરસિંહજી ઝાલા, હળવદ ખાતે ધનજીભાઈ ચાવડા પ્રિન્સીપાલ મેરૂપર શાળા, ટંકારા ખાતે દેવજીભાઈ પડસુંબિયા આર્યવીર, માળીયા ખાતે હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ, મોરબી ખાતે ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ રવિંન્દ્રભાઈ ત્રિવેદીએ શિક્ષકોની ભૂમિકા, શિક્ષકોના કર્તવ્ય, શિક્ષક એટલે શિસ્ત, સંસ્કાર અને સત્યનું પ્રતિક છે, શિક્ષકો સમાજ અને રાષ્ટ્રનો ઘડવૈયા છે વગેરે વાતો દ્વારા શિક્ષકોને કર્તવ્યબોધ આપ્યો હતો.
કર્તવ્ય બોધ દિવસના અંતર્ગત માહિતી આપી,જેમાં આજના દિવસે મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ કેમ ઉજવવામાં આવે છે? તેનું શું મહત્વ છે? તેના વિશે સચોટ માહિતીથી માહિતગાર કર્યા. કર્તવ્યબોધના પ્રસંગને અનુરૂપ ડૉ.લાભુબેન કારાવદરા દ્વારા શિક્ષકોનું કર્તવ્ય શું હોવું જોઈએ એ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા તમામ તાલુકાઓમાં કાર્યક્રમમાં કર્તવ્ય બોધ દિવસ પ્રસંગ અનુરૂપ બૌદ્ધિક પ્રવચનમાં સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે અને સુભાષચંદ્ર બોઝના જીવન ચરિત્ર વિશે પ્રસંગને અનુરૂપ માહિતી આપી, જેમાં સ્વામી વિવેકાનંદે ધર્મયુદ્ધ અને સુભાષચંદ્ર બોઝે સ્વતંત્રતા યુદ્ધ લડ્યા હતા.બંને મહાનુભાવોના જીવનચરિત્રમાં આજની પેઢીને જીવન ચરિત્રને અનુસરીને આગળ વધવું જોઈએ,રાષ્ટ્રપ્રેમ વિકસાવો જોઈએ. આ જીવન ચરિત્ર વિશે શિક્ષકોએ પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનું કર્તવ્ય કરવું જોઈએ.
આ કાર્યક્રમમાં અનેક શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કર્તવ્યબોધના માધ્યમથી રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજની ભાવનાને ચરિતાર્થ કરી હતી.
સરકાર તરફથી મંજૂરી છતાં પણ તંત્રની ઢીલાશથી મોરબીની પ્રજા એફએમ સુવિધાથી વંચિત, રાજકોટમાં ધૂળ ખાતી મશીનરી, સુસ્ત તંત્ર સામે જનમાનસમાં રોષ.
મોરબી શહેરને એફએમ રેડિયો માટે જરૂરી તમામ મંજૂરી મળી ચુકી છે અને મશીનરી, ટાવર સહિતનો સામાન પણ રાજકોટ સ્ટેશન ખાતે આવી ગયો છે. છતાં સ્થળ ફાળવણી અને સંકલનના અભાવે...
મોરબી: 8 જુલાઈ, 2025 મંગળવાર ના રોજ રાત્રે 78 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઈમરજન્સી વિભાગ માં આવ્યા, ત્યારે ડૉ. સત્યજીસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે એમનું જમણી બાજુ નું હૃદય ફેઈલ થયું છે અને જમણી બાજુ નું હૃદય પહોળું થયું છે. ફેફસા માં ઇન્ફેકશન ફેલાયેલું છે, ફેફસા...
મોરબી શહેરમાં શેરીએ અને નાકે દેશી વિદેશી દારૂના ઠેકા ચાલી રહ્ય હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ પર ચંદ્રેશનગરમા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૭ બોટલ કિં રૂ. ૯૦૮૦ નાં મુદામાલ સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી...