મોરબી જિલ્લાના મહાસંઘ દ્વારા મહિલા સંમેલન અને જિલ્લા કારોબારી બેઠક યોજાશે
મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક, શિક્ષક કે હિતમેં સમાજના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન છે, સંગઠન દ્વારા અનેકવિધ સામાજિક કાર્યો તેમજ શિક્ષક હિતના કામો થઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં માતૃશક્તિનું અનેરું અને અનોખું મહત્વ છે, આપણી સંસ્કૃતિ યત્ર પૂજયતે નારી, તત્ર રમન્તે દેવતા: માં માનનારી સંસ્કૃતિ છે તેમજ પ્રવર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં માતૃશક્તિએ પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે પોતાનું સ્થાન જમાવ્યું છે,સંગઠનમાં માતૃશક્તિની સહયોગીતા વધે એવા શુભાષય સાથે મોરબી જિલ્લા કક્ષાના માતૃશક્તિ સંમેલનનું ભવ્યાતિભવ્ય આયોજન કરેલ છે.
તેમજ પ્રવર્તમાન સમયમાં શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે સંગઠનની અતિ આવશ્યકતા છે,સંગઠન હશે તો જ શિક્ષકોના પ્રશ્નો ઉકેલ આવશે એ નિર્વિવાદ હકીકત છે, હાલમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો વ્યાપ વધતો જાય છે,તાલુકા જિલ્લા, રાજ્ય અને અખિલ ભારતીય સ્તરે આ સંગઠનનો માન, મોભો અને મહત્વ દિન પ્રતિદિન ખુબજ વધતો જાય છે ત્યારે સંગઠનને શિક્ષકોની સેવાની, બુદ્ધિ કૌશલ્ય,કુનેહની ખુબજ જરૂર હોય શિક્ષકોને સંગઠન જોડાવા માટે આહવાન કરેલ હોય મોરબી જિલ્લાના તમામ શિક્ષક મિત્રોને એમના સ્નેહીજનો સાથે સંગઠનમાં જોડાવા અને સંગઠનને મજબૂત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો મહાસંઘમાં સામેલ થવા માટે તૈયારી દર્શાવેલ હોય એમને સહર્ષ આવકારવા માટેની એક અગત્યની બેઠકનું આયોજન સરસ્વતી શિશુમંદિર શક્ત શનાળા-મોરબી ખાતે તારીખ:- ૧૧.૦૨.૨૦૨૩ સમય:- બપોરે ૩.૦૦ વાગ્યે યોજેલ છે. મહિલા સંમેલનના મુખ્ય વક્તા દક્ષાબેન અમૃતિયા પ્રધાનચાર્ય શિશુ મંદિર તેમજ ઈલાબેન ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી,ડો.લાભુબેન કારાવદરા સહ સંગઠન મંત્રી સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો વગેરે બહેનોને સંબોધિત કરશે તેમજ જિલ્લા કારોબારીમાં પરેશભાઈ પટેલ સહ સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત તેમજ રમેશભાઈ ગાગલ પ્રભારી મહાસંઘ-મોરબી ઉપસ્થિત રહી નવા કાર્યકર્તાઓને આવકારશે એમ પ્રચાર મંત્રી હિતેશભાઈ પંચોટીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
