Monday, August 18, 2025

મોરબી જિલ્લાના મહાસંઘ દ્વારા નવા કાર્યકર્તાઓના આવકાર સાથે કારોબારી બેઠક સંપન્ન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-મોરબીના સંગઠન દ્વારા શિક્ષકોના પ્રશ્નો ઉકેલવામાં સતત અવિરત કાર્યરત છે ઉપરાંત મહાસંઘ દ્વારા અનેકવિધ સામાજિક કાર્યો થઈ રહ્યા છે, પ્રવર્તમાન સમયમાં શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે સંગઠનની અતિ આવશ્યકતા છે,સંગઠન હશે તો જ શિક્ષકોના પ્રશ્નો ઉકેલ આવશે એ નિર્વિવાદ હકીકત છે, હાલમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નો વ્યાપ વધતો જાય છે, તાલુકા જિલ્લા, રાજ્ય અને અખિલ ભારતીય સ્તરે આ સંગઠનનો માન, મોભો અને મહત્વ દિન પ્રતિદિન ખુબજ વધતો જાય છે ત્યારે સંગઠનને શિક્ષકોની સેવાની, બુદ્ધિ કૌશલ્ય,કુનેહની ખુબજ જરૂર હોય શિક્ષકોને સંગઠન જોડાવા માટે આહવાન કરેલ હોય મોરબી જિલ્લાના તમામ શિક્ષક મિત્રોને એમના સ્નેહીજનો સાથે સંગઠનમાં જોડાવા અને સંગઠનને મજબૂત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો મહાસંઘમાં સામેલ થવા માટે તૈયારી દર્શાવેલ હોય એમને સહર્ષ આવકારવાના ભાગરૂપે એક અગત્યની કારોબારી બેઠક સરસ્વતી શિશુમંદિર શક્ત શનાળા ખાતે યોજાઈ હતી.

જેમાં પરેશભાઈ પટેલ સહ સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત તેમજ રમેશભાઈ ગાગલ પ્રભારી મહાસંઘ-મોરબી ઉપસ્થિત રહી નવા કાર્યકર્તાઓ પ્રવિણભાઈ ધોળું હળવદ તાલુકાના શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ,સંદિપભાઈ આદ્રોજા મોરબી તાલુકા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ સંદિપભાઈ આદ્રોજા, હર્ષદભાઈ મારવણીયા, શૈલેષભાઈ ઝાલરિયા, કિશોરભાઈ ઠેસિયા રોહિતભાઈ રાબડીયા, જીજ્ઞેશભાઈ રાબડીયા, અશોકભાઈ વશિયાણી, પ્રતિકભાઈ કાલરીયા, મહેન્દ્રભાઈ વાઘડિયા, આચાર્ય ખાખરાળા તાલુકા શાળા તેમજ મંત્રી તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળી, શૈલેષભાઈ ધાનજા પ્રમુખ તાલુકા શિક્ષક મંડળી, અશ્વિનભાઈ દલસાણીયા પૂર્વ મંત્રી મોરબી તાલુકા શિક્ષક સંઘ, ધવલભાઈ સરડવા ચાંચપર શાળા દિવ્યેશભાઈ અઘારા, રમેશભાઈ ભાટિયા, ધર્મેન્દ્રભાઈ રંગપડીયા સીઆરસી કો.ઓર્ડીનેટર, વિજયભાઈ પડસુંબિયા પાનેલી શાળા, સતિષભાઈ જીવાણી, અતુલભાઈ આદ્રોજા, પ્રકાશભાઈ ઘોડાસરા, નીતિનભાઈ દેથરીયા નવા જાંબુડીયા શાળા, ભાવેશભાઈ કાલરીયા, મનોજભાઈ જેતપરિયા પ્રતિકભાઈ કાલરીયા, અરવિંદભાઈ કાવર, અંકિતભાઈ જોષી, અશોકભાઈ વશિયાણી, જયેશભાઈ સદાતિયા,કિશોરભાઈ બરાસરા, નરેશભાઈ હુલાણી રવાપર શાળા, શશીકાંતભાઈ ભટાસણા અદેપર શાળા વગેરે શિક્ષક સંઘના પુર્વ કાર્યકર્તાઓ હોદેદારો તેમજ સભ્યો સહિત પચાસ જેટલા શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા તરીકે જોડ્યા હતા. 

જિલ્લા કારોબારીમાં પરેશભાઈ પટેલ દ્વારા નવા કાર્યકર્તાઓને પુસ્તક અર્પણ કરી સન્માનિત કર્યા હતા,આવકાર્યા હતા,દિનેશભાઈ વડસોલાએ એજન્ડા મુજબની કાર્યવાહીની રજૂ કરતા મહાસંઘ દ્વારા રાષ્ટ્ર હિત, શિક્ષક હિત, સમાજમાં હિતમાં થયેલા કાર્યોની વિગતો આપી હતી,રમેશભાઈ ગાગલ પ્રભારી મહાસંઘ મોરબી દ્વારા સંગઠનની કાર્યપ્રણાલી વિશે વાતો કરી હતી,પરેશભાઈ પટેલે પ્રાંત અને અખિલ ભારતીય સ્તરે થતા કાર્યોની વિગતે વાત કરી હતી, આભાર દર્શન હરદેવભાઈ કાનગડ ઉપાધ્યક્ષ જિલ્લા ટિમ અને અધ્યક્ષ માળીયા ટીમે કર્યું હતું,કલ્યાણ મંત્ર હિતેશભાઈ પાંચોટીયાએ કર્યું હતું.એમ પ્રચાર મંત્રી હિતેશભાઈ પંચોટીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર