તા. ૨૮ અને ૨૯ ના રોજ ઓલ ઇન્ડિયા પોસ્ટ એમ્પ્લોયઝ યુનિયન દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી હડતાલનું એલાન કરાયું છે જેમાં મોરબી જીલ્લાની તમામ પોસ્ટ ઓફીસના કર્મચારીઓ હડતાલમાં જોડાશે
આગામી સોમવાર અને મંગળવારે 28 અને 29 માર્ચ બે દિવસ પોસ્ટ ઓફિસ કર્મચારીઓના યુનીયન દિલ્હીના આદેશ મુજબ દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ હડતાળમાં જોડાશે. આ કર્મચારીઓની પડતર માંગણીઓ જેવી કે જુની પેન્શન યોજના લાગુ કરે 18 મહિનાનું એરીયર્સ બાકી છે તે આપે તેમજ ફીનાકલ સર્વરનો પ્રોબ્લેમ દુર કરે જીડીએસ માટે કમલેશ ચંદ્ર કમીટીના રીપોર્ટ મુજબની માંગણીઓ સ્વીકારે નહિ તો આગામી બે દિવસ પુરા ભારતના પોસ્ટ કર્મચારી ઓ હડતાલ ઉપર જશે. ત્યારે મોરબી એમડીજી સહિતની તમામ એસ.ઓ.અને ગામડાની બી.ઓ.ના તમામ કર્મચારીઓઆ હડતાળમાં જોડાશે. જે અંતર્ગત સોમવારે સવારે ૦૮ : ૩૦ કલાકે મેઈન પોસ્ટ ઓફીસ ખાતે ધરણા અને સુત્રોચ્ચાર કરવામાં આવશે તેમ પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરની યાદીમાં જણાવ્યું છે
સત્યનો સંગ્રામ : કિશન વેકરીયા ગુજરાત એટલે વિકાસનું 'મોડલ'—આ વાક્ય સાંભળીને કદાચ કાન પાકી ગયા હશે, પણ જમીની હકીકત એ છે કે આ મોડલ અત્યારે માત્ર ગ્લેમરસ હોર્ડિંગ્સ અને કરોડોના ખર્ચે થતી ઈવેન્ટ્સ પૂરતું મર્યાદિત રહી...
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...