મોરબી જિલ્લામાં આવતી નર્મદા કેનાલની ત્રણે બ્રાંચમાંથી ખરીફ પાક માટે ખેડૂતોને પાણી આપવા CMને રજુઆત કરાઇ
મોરબી: ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ ગયેલો છે. તે જગ્યા એ નવો પાક વાવવાનો છે. તો અમુક જગ્યાએ જે પાક બચી જવા પામેલ છે. તેને પણ હાલમાં પાણીની જરૂરિયાત છે. ચાલુ વર્ષે નર્મદા ડેમમાં પુષ્કળ પાણીનો જથ્થો છે. ડેમ ઓવરફલો થયેલ છે. અને ઘણું બધું પાણી દરિયામાં જવા પામેલ છે. હાલમાં જે પાકો ઉભા છે. તેને સિંચાઈનું પાણી આપવું પડે તેવી સ્થિતિ છે. પરંતુ નર્મદાની કેનાલોમાં ફક્ત ધ્રાંગધ્રા તથા અમુક હળવદના ગામોના ખેડૂતોને બાદ કરતા મોરબી જીલ્લા ના માળિયા તથા મોરબી તાલુકાના ગામોના ખેડૂતોને પાણી મળતું નથી.
આમાં સિંચાઈ ખાતા દ્વારા કેનાલોમાં જે પાણી છોડવામાં આવે છે. તે ખુબજ ઓછા જથ્થામાં છોડવામાં આવે છે. જો આ બધી કેનાલોમાં ફૂલ કેપેસીટી એ ચલાવવામાં આવે તોજ પાણી મોરબી તથા માળિયા તાલુકાના ખેડૂતોના ખેતર સુધી પહોચે તેમ છે. તે ઉપરાંત વચ્ચે જે લોકો દ્વારા બકનળીઓ મૂકીને પાણીનો બગાડ કરવામાં આવે છે. તેને પણ રોકવાની જરૂર છે. જો આવું કરવામાં આવશે તોજ અમારા માળિયા તથા મોરબી તાલુકાના ખેડૂતોને પાણી મળશે. જો આ પાણી હવે ૧૦ દિવસમાં નહિ મળે તો આ ખેડૂતોનો ઉભો પાક પણ નિષ્ફળ જાય તેમ છે.
તેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવા દ્વારા મોરબી જિલ્લા કલેકટર, રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા,સહીત મુખ્યમંત્રીને પત્ર લખી લેખીતમાં રજૂઆત કરી છે કે આપ યોગ્ય આદેશો કરીને કેનાલોમાં વધારે પાણી છોડવામાં આવે તથા પાણીનો બગાડ અટકાવવા યોગ્ય પગલા લઇને જરૂરિયાત મંદોને પુરતું પાણી મળે તે માટે મોરબી જીલ્લામાં આવેલ નર્મદાની ત્રણે બ્રાંચમાંથી પાણી આપવા આવે તેવી રજૂઆત કરી છે.
જો સમયસર પાણી છોડવામાં નહિ આવે તો આ વિસ્તારના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કાન્તિલાલ ડી બાવરવા દ્વારા ચિમકી ઉચ્ચારી હતી.